સમાજના ઉત્થાન માટે શિક્ષણ મહત્વનું પરિબળ છે. શિક્ષણ વ્યક્તિ અને સમાજ ઘડતર માટે જરૂરી હોય કોઈપણ બાળક નોટબુક કે અન્ય ચીજવસ્તુ માટે શિક્ષણથી વંચિત ન રહે તે માટે સુરત સમસ્ત સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી ચોક્કસ ધ્યેય સાથે કામ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું.
ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે સુરત સમસ્ત સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ અંતર્ગત સમાજના 2000 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાઈ હતી. સમાજના દાતાઓના આર્થિક સહયોગથી આ કાર્ય છેલ્લા 5 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે. નોટબુક વિતરણની સાથે સમાજનો કોઈ પણ બાળક આર્થિક મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટે મુશ્કેલ પરિસ્થિતી ટ્રસ્ટ આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદમાં તત્પર રહેશે તેવી કટિબદ્ધતા બતાવવામાં આવી હતી.આ અવસરે ટ્રસ્ટીઓએ સમાજના વડીલ, કાર્યકરો અને દાતાઓનો વિશેષ આભાર માન્યો હતો.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ