સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી વાઘેલા પાર્વતીબેન શૈલેષભાઈના કંઠે પ્રાર્થના કરી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે કાર્યક્રમને આગળ ધપાવતા વાઘેલા રાહુલકુમાર અને વાઘેલા ઊર્મિલાબેને એન.એસ.એસ વિષે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.આર.એસ ભટ્ટ દ્વારા કોલેજમાં એન.એસ.એસ થકી વ્યક્તિત્વ વિકાસ અને સમાજનું તેમજ પોતાનું ઉત્થાન કેવી રીતે કરી શકાય? જેવી અનેક બાબતે ખૂબ જ ઝીણવટ પૂર્વક અને સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.કાર્યક્રમમાં બાલાસિનોર વિદ્યા મંડળ તરફથી મંડળના મંત્રી મયુરભાઈ શાહ, OSD કુંવરજીભાઈ ભરવાડ, સંસ્થાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પી.માછી સંસ્થાના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપ ઓડ, પ્રા સેજલ ગામિતની સાથે ૮૦ જેટલા એન.એસ.એસ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. દિલીપ ઓડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રા. સેજલ ગામિત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ