સંઘ પ્રદેશ દમણના ભેંસલોર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરનો સામાન બનાવતી કંપનીમાં ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે. જો કે, કંપનીમાં લગાવમાં આવેલ સી.સી.ટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાને લઈ કંપનીમાં ચોરી થઈ પણ છે કે નહિ એ જાણવું,પોલીસ માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે.
દમણના દુનેઠા ભેંસલોર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને લગતા સામાન બનાવતી પ્રેસ એન્ડ ફોર્જ નામની કંપનીમાં 25 જુલાઈની આસપાસ અજાણ્યા ચોર તસ્કરો દ્વારા કંપનીમાં પ્રવેશી કંપનીમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિક સામાન જેવો કે, કોપર વાલ્વ સહિત અન્ય કીમતી સમાન જે લાખ્ખો રૂપિયાનો હોઈ એની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી. જે બાદ કંપની સંચાલકોને ચોરી થયાની જાણ થતાં દમણ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જેથી દમણ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ જરૂરી નિરીક્ષણ કાર્ય કર્યું હતું. અને વધુ મદદ હેતુ વલસાડ એફ.એસ.એલ. ટીમને પણ બોલાવી તેમની પણ મદદ લીધી હતી. જો કે, પોલીસ તપાસ દરમ્યાન કંપનીની અંદર ઓફિસ સિવાય અન્ય જગ્યાએ લગાવેલા સી.સી.ટીવી કેમેરા બધા બંધ હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું. જેને લઇ પોલીસને પણ કંપનીમાં ચોરી થઈ પણ છે કે નહીં એ જાણવું મુશ્કેલ બની જવા પામ્યું હતું. એક તરફ દમણ પોલીસ વિભાગ દ્વારા તમામ કંપની સંચાલકોને તેમની કંપની બહાર ફરજિયાત સી.સી.ટીવી કેમેરા લાગવાનો આદેશ આપ્યો હોવા છતાં કંપની સંચાલકો આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા હોઈ તેવું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે કંપની સંચાલકોના જરૂરી નિવેદન લઈ આ મામલે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ