વાપીમાં હોળીના દિવસે ચાકૂ મારીને હત્યા : આરોપી પિંકુ દેવપ્રસાદ સિંહ ઝડપાયો


વલસાડ જિલ્લાના વાપી શહેરમાં હોળીના દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક સાળાએ પોતાના બહેનઈની ચાકૂ મારીને હત્યા કરી હતી. ઘટના 14 માર્ચની રાત્રે અંદાજે 9:30 વાગ્યે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છીરી રણછોડનગરની સાઈ પૂજા કોમ્પ્લેક્સની છત પર બની હતી.

હતનારો તનીકવીરન્દ્ર સિંહે ઉર્ફે બબલૂ સિંહ મૂળ રીતે બિહારનો રહેવાસી હતો અને વાપીમાં વર્ષોથી કામ કરતો હતો. તેને આરોપી પિંકુ દેવપ્રસાદ સિંહે ચાકૂના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો.



મૃતક તનીકવીરન્દ્ર સિંહે તેની પત્ની પ્રીતિબેનના લગ્ન બાદ બીજી એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને બંને સાથે વાપીમાં રહેતો હતો. આ બાબતથી નારાજ તેના સાળા પિંકુ સિંહે, જેની બહેન ગર્ભવતી હતી, તેના બહેનઈને સજા આપવાનું નક્કી કર્યું.

આરોપી પિંકુ સિંહે અગાઉથી હત્યાની સજિશ રચી હતી. તે પહેલા પોતાની બહેનને વાપીમાં લાવીને પિતાના ઘરે રાખી હતી. બાદમાં, તેણે વાપી બજારમાંથી ચાકૂ ખરીદ્યું અને બહેનઈને હોળી ઉજવવા માટે છત પર બોલાવ્યો. ત્યાં બંને વચ્ચે બહેન સાથે થયેલા વ્યવહાર અંગે ઝઘડો થયો, જે બાદમાં તીવ્ર ઉગ્ર તકોર બની. ગુસ્સે ભરાયેલા પિંકુએ ચાકૂથી સતત ઘા કર્યા, કે જેથી ચાકૂ પણ તૂટી ગયું.


હત્યા બાદ વાપી પોલીસે આરોપી પિંકુ દેવપ્રસાદ સિંહને ઝડપી પાડી, અને મામલાની વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં, હત્યાનો મુખ્ય કારણ કુટુંબના આંતરિક મતભેદ હોવાનું પોલીસ જણાવી રહી છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *