શ્રી સોમનાથ મંદિર ભાવિકો માટે વહેલી સવારના 4 વાગ્યાથી મંદીરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં.જેથી સવારના 9:30 વાગ્યા સુધીમાં 25 થી 30 હજાર જેટલા ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે નિમીત્તે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું હતું.બહેનોએ પોતાના ભાઈઓ અને દેશની સીમાઓની રક્સેષઆ કરતા સૈનિકોના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી.શ્રાવણનો ત્રીજો સોમવાર, પૂર્ણિમા, રક્ષાબંધનનો, સુભગ સમન્વય થતાં શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વેહલી સવારે 4:00 વાગ્યાથી મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા, ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતાં.
સોમનાથ મહાદેવને સવારનો શ્રૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા. અને સમગ્ર વિશ્વની રક્ષા ની કામના કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં 30,000 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી, હતી સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતાં.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ