
દાનહના નરોલીથી લુહારી તરફ જતા રસ્તે આજે એક કન્ટેનર રોડની બાજુએ પલ્ટી મારી ગયું હતું. આ ઘટનામાં કન્ટેનરને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. મળેલી માહિતી અનુસાર, કન્ટેનર નંબર GJ12GY4597 લુહારીની યુનોવલ કંપનીમાં માલ ખાલી કરીને સુરતના હજીરા તરફ પરત ફરી રહ્યું હતું.

ઘટના ત્યારે બની જ્યારે કન્ટેનર લુહારી રોડનો ટેકરો ચઢી રહ્યું હતું. આ સમયે સામેથી એક ડમ્પર ટેકરો ઉતરી રહ્યું હતું. સાંકડા માર્ગ પર ડમ્પરને પસાર થવા દેવા માટે કન્ટેનરના ચાલકે પોતાનું વાહન રોડની ડાબી બાજુએ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન કન્ટેનરનું ટાયર રોડની બાજુમાં નીચેના ભાગમાં ઉતરી ગયું, જેના કારણે વાહનનું સંતુલન ખોરવાતા આખું કન્ટેનર રોડની બાજુએ ખાડામાં ધસીને પલ્ટી મારી ગયું હતું. જો કસે સદ્નસીબે આ ગંભીર અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો, અકસ્માતના કારણે કન્ટેનરને ભારે નુકસાન થયું હતું.
કન્ટેનર ખાલી હોવાને કારણે કોઈ માલનું નુકસાન થયું નથી. અકસ્માત બાદ કન્ટેનરને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વાપી થી આલમ શેખ..