કોલકાતા ખાતે RG કર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટરની સામુહિક દુષ્કર્મ બાદ હત્યાએ સમગ્ર દેશને ઝકઝોળી મૂક્યો હતો. જેના વિરોધમાં સમગ્ર દેશ રસ્તા પર ઉતરી આવ્યો છે, આ મામલો હજી પણ શાંત થયો નથી, ઘટના બાદ દેશમાં ડોક્ટરોની સલામતી બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે, જેને પગલે દેશ ભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે હોસ્પિટલોએ ડોક્ટરોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે બાબતે દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણ સીએચસી કેમ્પસમાં તબીબી સ્ટાફ સાથે એક માર્ગદર્શક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા બેઠકમાં ઉપસ્થિત ડોક્ટર સ્ટાફને તેમની સુરક્ષા અને સલામતી બાબતે કાયદાકીય માહિતી પુરી પાડી હતી, ડોક્ટર સ્ટાફ સુરક્ષિત વાતાવરણમા પોતાની ફરજ નિભાવી શકે એ માટે ક્યાં પગલાં લેવા અને અસલામતીના સંજોગમાં કોનો સંપર્ક સાધવો જેવી બાબતો અંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ