લોકસભાની ચૂટણીનો પ્રચાર પસાર શરુ થઇ ગયો છે જેથી એકપછી એક રાજકિય નેતઓ મત માંગવા જનતાની ખબર અંતર લઇ તેમની રજૂઆતો સાંભળી ચૂંટણી બાદ કરી આપીશું તેવા દાવા અને સામે સત્તાવાર પક્ષ સામે આક્ષેપો કરતાં હોય છે.તેવી જ રીતે વાપીના નાયકવાડ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે ગયા હતાં તે દરમિયાન સ્થાનિકોને મળતાં તેમણે જણાવ્યું કે અમારે અહિંયા TP-1 સ્કીમ હેઠળ પાસ થયેલ રોડને અમે નકારીએ છીએ .જો આ રસ્તો બનશે તો નાના ઘરમા રહેતા લોકો ઘરવિહોણા થઇ જશે, માટે અમારે રસ્તાની જરુર નથી.જો તેમણે વિકાશ જ કરવો હોય તો અમારા વિસ્તારમાં ગટર,પાણી, બાળકો માટે આંગણવાડી નથી તો એ બનાવી આપો તેવી રજૂઆત કરી છે.
વાપીના નાયકવાડ વિસ્તારમાં TP-1 સ્કીમ હેઠળ પાસ થયેલ રોડને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ આ મામલે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારઅર્થે આવેલા અનંત પટેલને રજૂઆત કરી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પિવાના પાણીની પાઇપ લાઇન, બોરની સુવિધા, ગટર લાઇન નથી.જેના કારણે ચોમાસામાં અમારે ઘરેથી બહાર જવા માટે આસમાને તારા આવી જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી તેથી અમારા બાળકો ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબુર બને છે. આવી પ્રાથમિક સુવિધાઓથી નાયકવાડના લોકો વંચિત રહેતાં વાપી કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર અનંત પટેલને રજૂઆત કરી હતી. જેથી તેમણે ક્હ્યું છે જો, જગ્યા મળશે તો બાળકો માટે આંગણવાડી બનાવી આપીશું.
સ્થાનિકોએ નગરપાલિકાને આવેદનપત્ર આપી કહ્યું કે અમારા વિસ્તારમાં રસ્તાઓ આવશે તો નાના પ્લોટમાં રહેતા લોકોની છતની છાયા જતી રહેશે, એટલે અમારે રસ્તા નહીં પણ ઘરે ઘરે નળ કરી આપો જેથી અમારે એક જ નળે પાણી ભરવા લાઇનોમાં ન ઉભા રહેવું પડે,ગટર બનાવી આપો જેથી ચોમાસા દરમિયાન અમારે ઘરેથી બહાર જવું હોય તો તકલીફ ન પડે.આંગણવાડી બનાવી આપો જેથી અમારા બાળકોને ઝાડના છાયે બેસી ભણવુ ન પડે તેવું જણાવ્યું હતું. જો કે આ વાતની રજૂઆત વાપી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે કરી તો તેમણે વળતા જવાબમાં પાલિકાના ઉપ પ્રમુખ અભય શાહે જણાવ્યું કે આ વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો થયા છે. જેમાં બે કે ત્રણ ઘરોની વચ્ચે નિઃશુલ્ક પાણીની પાઇપલાઇન આપી છે.પેવર બ્લોકના રસ્તાઓ બનાવ્યા છે.આવાસ યોજના હેઠળ આવાસો બનાવ્યાં છે.વાપી નગરપાલિકાનો વિસ્તાર રાજ્યના નાના પ્રધાન કનુભાઇ દેસાઇનો વિધાનસભા મત વિસ્તાર હોવાથી સૌથી વધુ વિકાસના કામો થયા છે. જોકે અનંત પટેલ પાસે કોઇ યોગ્ય મુદ્દો ન મળતાં આપના નેતાઓ સાથે મળી આદિવાસી સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યાં હોવાનું જણાવ્યું છે.