પંચમહાલઃગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં આવેલા વિવિધ જળાશયોમા પાણીની નવી આવક નોધાઈ છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમના ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાણીની નવી આવક નોધાઈ છે. પાનમનદી પણ આવેલા પાનમડેમ તેમજ હડફ ડેમમા પાણીની નવી આવક નોધાઈ છે. નવી આવક નોધાતા ખેડુતોમા પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાતમા પડેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમા પાણીની નવી આવક નોધાઈ છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના છેવાડે આવેલા કોઠા ગામ પાસે પાનમડેમના ઉપરવાસમા વરસાદ થતા પાણીની નવી આવક નોધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતીનુસાર પાનમડેમનુ લેવલ 122.75 ફુટે પહોંચતાં 6648 ક્યુસેક જેટલી નવા પાણીની આવક નોધાઈ હતી. સાથે સાથે મોરવા હડફ તાલુકાની હડફ નદી પણ આવેલા હડફ ડેમના ઉપરવાસ વરસાદ થતા ડેમમા પણ 5500 ક્યુસેક પાણીની નવી આવક નોધાઈ હતી. ડેમમા ધીમેધીમે આવક વધતા ખેડુતોમા ખુશી જોવા મળી રહી છે. પાનમ જળાશય યોજના મહિસાગર,પંચમહાલના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો માટે સિંચાઈનુ પાણી પુરુ પાડે છે. ખાસ કરીને ઉનાળુ અને શિયાળુ ખેતી કરતાં ખેડુતો માટે આ યોજના આર્શિવાદ સમાન બની છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ