
પંચમહાલ જીલ્લામા આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચુટણીઓ યોજાવાની છે.હાલોલ નગરપાલિકામા 6 વોર્ડની 15 બેઠકો માટે આવતીકાલે શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાશે.હાલોલ નગરપાલિકાની 36 બેઠકોની માટે યોજાનાર ચુટણીને લઈને ઉમેદવારીપત્રો ભરાયા હતા. તેમા અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લેતા 21 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.બાકી રહેલા 6 વોર્ડના 15 બેઠકો પર યોજાનારા મતદાનને લઈને ચુટણીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામા આવ્યો હતો. મતદાનપ્રકિયાને લઈને આજે ડીસ્પેચ સેન્ટરથી ઈવીએમ,બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ સહિતનો સામાન મતદાન મથકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોચાડવામા આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસટીમો બંદોબસ્તમા ખડેપગે ફરજ બજાવશે.

પંચમહાલ જીલ્લાની હાલોલ નગરપાલિકાની યોજાનારી ચુટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.ઔધોગિક નગરી અને પંચમહાલનુ આર્થિક પાટનગર ગણાતા હાલોલવાસીઓ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુટણીતંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામા આવી છે.ડીસ્પેચ સેન્ટર ખાતેથી ઈવીએમ સહિત જરુરી સ્ટેશનરીનો સામાન લઈને ફરજ બજાવનારા કર્મચારીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકે પહોચ્યા હતા. 15 બેઠકો માટે 26 ઉમેદવારો ના ભાવી નો ફેસલો મતદારો કરશે.મતદાન માટે 36 જેટલા બુથો ઉભા કરવામા આવ્યા છે. જે પૈકી 14 બુથ સંવેદનશીલ છે. હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે હાલોલ ટાઉન પોલીસ દ્વારા મતદાન મથકો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે અંતર્ગત મતદાન પ્રક્રિયા દરમિયાન 1, ડી.વાય.એસ.પી, 1, પી.આઈ, 6, પી.એસ.આઇ, 43, પોલીસ જવાન, 60, હોમગાર્ડ તેમજ 8, એસ.આર.પી દ્વારા મતદાન મથકો ખાતે ફરજ બજાવશે.