108 એમ્બ્યુલન્સની ઇએમટી ટીમને બે માતાઓની ડિલવરી કરવા સફળતા મળી
પંચમહાલ જીલ્લાની 108ની એમ્બ્યુલન્સની ટીમે એક જ રાતમાં એમ્બ્યુલન્સમાં જ બે ડિલિવરી કરાવી બે માતા અને બે બાળકી માટે વરદાનરુપ સાબિત થઇ.પ્રથમ બનાવ ગાધરા તાલુકાના હંસાપુર ગામના એક મહિલા પ્રસુતિ પીડા શરુ થતા જ સારવાર અર્થે એમ્બ્યુલન્સ સેવા માટે રાતે કોલ કર્યો હતો.જેથી પંચમહાલ જીલ્લાની 108ની ટીમ સ્થળ પર પહોંચી મહિલાની તપાસ કરી સિવિલ હોસ્પિટલ ગોધરા લઇ જવા માટે એમ્બ્યુલન્સ રવાના થઇ હતી. આ દરમિયાન ભુરાવાવ ચોકડી પાસે માતાને પ્રસવ પીડા વધી જતાં એમ્બ્યુલન્સ સાઇડમાં કરી રસ્તમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.ઇએમટી સુમિત્રાબેન બારિયાએ પોતાની કુશળતા અને અનુભવની સાથે અમદાવાદના ઇસીઆરપીસી ડોક્ટરની સલાહ મુજબ સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે મહિલાને ગોધરા સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતાં.
બીજી ડિલવરી ગોધરા તાલુકાના બેટીયા ગામના વતનીને પ્રસવ પીડા શરુ થતાં તેમને સેવા માટે ફોન કર્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને તપાસતા તે સાત મહિનાના સગર્ભા હતાં.અને તેમને ખુબ જ પ્રસવ પીડા હોવાથી તેમને સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.ઇએમટી સુમિત્રાબેન બારિયાએ અમદાવાદના ડોક્ટરની સલાહ મુજબ ધીરજ ડિલિવરી કરાવી હતી.તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો જે અધૂરા મહીને જન્મી હોવાથી વજન ઓછું હતું તેમજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા.તેને નિયુનેટલ કેર અને ઓક્સિજન આપતા શ્વાસમાં સુધારો જોવા મળ્યો હતો. તેમજ માતાની પ્રાથમિક સારવાર આપી માતા અને બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંને માતા તેમ જ બંને બાળકીઓની હાલત સ્વસ્થ જાણવા મળી હતી. પાયલોટ હિતેન્દ્રસિંહ અને ઇએમટી સુમિત્રાબેન બંને એક જ રાતમા બે બાળકી અને બે માતાના જીવ બચાવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
ગોધરાથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ