ચૂંટણીની તારીખ જાહેર થઇ ત્યારથી લઇ એક પછી એક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીનો છેડો છોડી કેસરિયો ધારણ કરી લેતા જોવા મળ્યાં છે.ત્યારે પંચમહાલ જિલ્લાના દુષ્યતસિંહ ચૌહાણે તમામ જવાબદારી અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી,હાલ દુષ્યતસિંહ ચૌહાણે કોઇ પાર્ટીમાં જોડાવાની વાત કરવામાં આવી નથી.ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ મળતાં નારાજ થઇ દુષ્યતસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ