–સુપ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
–દર્શાર્થીઓની ભીડ જોઇ વેપારીઓના ચહેરે ખુશીનો માહોલ
હિન્દુ ધર્મમાં આવતા ધાર્મિક તહેવારોનુ વિશેષ મહત્વ છે.આસો નવરાત્રીની સાથે સાથે ચૈત્રી નવરાત્રીનુ પણ વિશેષ મહત્વ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પ્રસિધ્ધ અને દેશની 52 શક્તિપીઠ પૈકી એક એવા પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે.મહાકાલી માતાજીમા દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.પાવાગઢ શક્તિપીઠના પુનઃ નિર્માણ બાદ દેશ વિદેશમાંથી ભાવિકો મોટી સંખ્યામા ઉમટી રહ્યા છે.પહેલા નોરતાથી ભાવિકોની હાજરી જોવા મળી રહી છે.પાવાગઢ શક્તિપીઠની ખાસ કરીને રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાથી ભાવિકો ઉમટી પડે છે.પંચમહાલ જીલ્લા એસટી વિભાગ દ્વારા બસો દોડાવાઈ રહી છે.પાવાગઢના માર્ગો પર પગપાળા સંઘોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્યના પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલી પાવાગઢ શક્તિપીઠ પર જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.પાવાગઢ ખાતે માઈભકતો આવતા હોય છે.હિન્દુ ધર્મમા વિશેષ મહત્વ ગણાતી એવી ચૈત્રી નવરાત્રીનુ પર્વ ચાલી રહ્યુ છે.જેના લઈને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે.પાવાગઢ મંદિરનો વિકાસ અને જીણોધ્ધાર બાદ અને ઐતિહાસિક ધજારોહણ થયા બાદ ભાવિકોની સંખ્યામા બમણો વધારો થયો છે.હાલમા ચૈત્રી નવરાત્રીના પર્વને લઈને પાવાગઢ જતા માર્ગો પર ભાવિકો જોવા મળી રહ્યા છે,સાથે સાથે આસપાસના વિસ્તારમાથી પણ મોટી સંખ્યામાં પગપાળા સંઘો પાવાગઢ ખાતે આવતા નજરે પડી રહ્યા છે.મહાકાલી માતાજી મંદિર તંત્ર દ્વારા પણ ભાવિકો માતાજીના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરીને સમય નકકી કરવામા આવ્યો છે.જેમા સવારે મંદિર ચાર વાગે ખોલવામા આવે છે.પાવાગઢ ખાતે ભાવિકો મોટી સંખ્યામા આવે છે તેને લઈને તેમની સુરક્ષા અને સલામતી માટે 700થી વધુ પોલીસ જવાનો ખડેપગે ફરજમા મુકાયા છે.સાથે સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખવામા આવી રહી છે.પાવાગઢ તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી.વિભાગ દ્વારા એસટી બસો દોડાવાઈ રહી છે.ભાવિકોના ધસારાને લઈને સ્થાનિક વેપારીઓમા પણ ખુશી જોવા મળી રહી છે.
હાલોલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ