પાનમ પાટીયાથી પાનમ ડેમ તરફ જવાનો પાકો ડામર રસ્તો બન્યો ખખડધજ

તંત્રની ઉદાસીનતાના કારણે વાહનચાલકો  જાતે  ખાડા પુરવા બન્યાં મજબુર

શહેરાઃએકબાજુ દેશમા નેશનલ કોરીડોર અને એક્ષપ્રેસ હાઈવે બનાવાની મોટી મોટી વાતો થાય છે એટલુ જ નહી પણ એવા હાઈવે બની પણ રહ્યા છે. છેવાડાના ગામ સુધી સરકાર યોજનાઓના લાભ પહોચાડવાની વાતો કરે છે.પણ પંચમહાલ જીલ્લાના  શહેરા તાલુકામા પાનમડેમ અને 20 થી વધુ ગામોને જોડનારા પાકા રસ્તાની હાલત પાછલા ઘણા વર્ષોથી બિસ્માર છે. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા આ મામલે રજુઆતો કરવામા આવી હોવા છતા પરિણામ શુન્ય જોવા મળી રહ્યુ છે. સૌથી વિકટ પરિસ્થિતી તો ચોમાસામા થાય છે. આ રસ્તા પર ખાડા પડેલા છે પણ ચોમાસામા વરસાદ પડવાને કારણે આ રસ્તા પર વધુ ખાડા પડે છે. હાલમાં અહીથી અવરજવર કરતા રાહદારીઓએ અને વાહનચાલકોએ રસ્તા પર ઘણીવાર જાતે માટી નાખીને રસ્તો સરખો કરવાની ફરજ પડે છે. એક બાજુ શહેરા તાલુકામાં ઘણા રસ્તાઓ પાકા બની ગયા છે. પણ આ રસ્તાનું સમારકામ ન થતા લોકોમા પણ રોષ જોવા મળી રહ્યો છે.  

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાનમ પાટીયાથી પાનમ ડેમ તરફ જવાનો ડામર રસ્તો પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમા છે.જેના કારણે અહીથી પસાર થતા રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો  પડી રહ્યો છે. હાલમા ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે રસ્તા પર મસમોટા ખાડા પડી જવાને કારણે અંદાજીત 15 કિમી સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં પડી ગયો છે, જેને લઇને આસપાસના લોકો દ્વારા પણ રજુઆતો કરવામા આવી થતાંપણ કોઈ પરિણામ જોવા મળતુ નથી. આ રસ્તા પર અંદાજીત 15 થી વધુ ગામો આવેલા છે.જેથી આ ગામોના લોકોને શહેરા – ગોધરા જવા માટે આ જ એક મુખ્ય માર્ગ છે જેનાથી તેઓ રોજબરોજ અવરજવર કરતાં હોય છે.આ રસ્તા પર વેપારધંધો કરવાવાળા વેપારીઓ પણ અવરજવર કરે છે.જોકે થોડા સમય અગાઉ જ આ રસ્તા પર ખાડા પડી જવાને કારણે જાતે રસ્તા પર માટી પથ્થરો નાખીને રોડ સરખો કરવાની ફરજ પડી હતી.પરંતુ તે ચોમાસાના પાણીના ખાબોચીયે ભરાઇ જતાં ઘણીવાર વાહનાલકો વાહન લઇને પસાર થઇ રહ્યાં હોય ત્યારે આ ખાબોચીયામાં રહેલા ખાડા પર ધ્યાન ન જતાં તેઓ વાહન લઇન નીચે પટકાઇ જતાં હોય છે. જેથી આ મામલે જવાબદાર તંત્ર વહેલી તકે જાગે અને રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં જાગૃત નાગરિકો દ્વારા આપવામાં આવી રહી છે. અહીથી અવરજવર કરનારા વેપારી મુકેશભાઈ ઠક્કર જણાવ્યું હતું કે ” પાનમ પાટીયાથી પાનમ ડેમ સુધીનો રોડ એકદમ બિસ્માર હાલતમાં છે. હુ એક વેપારી છે. મારે અહીથી વેપારધંધા અર્થ આવવા જવાનુ થાય છે. આ રોડ ઘણા સમયથી ખરાબ છે. આ મામલે અમે રજુઆતો કરી છતાં પણ અધિકારીઓએ આજદિન સુધી અમારી રજુઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.આસપાસના ગામોના લોકોની અવરજવર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અમારે ના છુંટકે ” જાતે મર્યા વિન સ્વર્ગે ન જવાય ; તેવી જ રીતે, અમે જાતે જ ખાડામાં કાકરા અને માટી નાંખીને ખાડા પુરવા પડ્યાં હતાં. એકબાજુ શહેરા તાલુકામા ઘણા ગામોને જોડતા કાચા રસ્તાઓ પાકા થઈ ગયા છે, પણ આ રસ્તાનું સમારકામ મામલે તંત્રને અનેકોવાર રજુઆત કરવામાં આવી છતા પણ હજુ સુધી કેમ બનાવવામાં આવતો નથી તે એક ચર્ચોતો સવાલ છે. આ રોડ તંત્ર દ્વારા વેળાસર રિપેંરીગ કરી અમારી તકલીફ દુર કરવામાં આવે તેવી અમારી માંગ છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *