
વાપી જી.આઇ.ડી.સી. ખાતે થાઇફેન્સ ફેક્ટરી પાસે શુક્રવારે એક દુર્ઘટનામાં એક રાહદારીનું ઘટનાસ્થળે મોત થયું છે. મળતી માહિતી મુજબ, એક રાહદારી રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક કન્ટેનરનો ચાલક બેફામ ઝડપે કંટ્રોલ ગુમાવતા કન્ટેનર સીધું રાહદારી ઉપર ફરી વળ્યું હતું.

ઘટનાની જાણ મળતાની સાથે જ જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને કબજે લઈ આગળની કાર્યવાહી માટે પી.એમ.ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતકની ઓળખ 41 વર્ષીય સુએપ્રકાશ તરીકે કરવામાં આવી છે.

હાલ, જીઆઇડીસી પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતને લઈને ફેક્ટરી વિસ્તારના લોકોમાં ચિંતાની લાગણી છવાઈ છે.
વાપી થી આલમ શેખ..