ઉમરગામ તાલુકા ભાઠી કરમબેલી – કાચપાડા (મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો) માર્ગ પર માઈનર બ્રિજનો નિર્માણકાર્ય પૂરું થયાને હવે મહિનાઓ વીતી ચૂક્યાં છે. છતાં, એપ્રોચ રોડ અને 1.5 કિમી (1500 મીટર) લંબાઈ અને 3.75 મીટર પહોળાઈ ધરાવતો આ રસ્તો હજુ પણ અધૂરો છે.અધિકારીઓનાં બહાના રસ્તાનું ડામરનું કામ ન થવા અંગે વિભાગીય અધિકારીઓ દ્વારા વરસાદને કારણ આગળ ધરીને બહાનાં બતાવી સ્થાનિકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ રહેવાસીઓને તંત્ર પર જરાય પણ ભરોષો રહ્યો નથી. જેથી વહેલાથકી કામ પુરી કરવાની માંગ કરી છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-21-at-7.40.29-AM.jpeg)
આ મુદ્દે ગ્રામજનોનું કહેવું છે કે, સાઇડ સોલ્ડરનું કામ પૂરું થયાને લગભગ મહિનાઓ થઈ ચૂક્યાં છે, છતાં રસ્તાનો મુખ્ય ભાગ હજુ પણ કાચા સ્થિતિમાં છે. આ ઉપરાંત, વરસાદની સિઝનમાં રાહદારીઓ અને વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અધિકારીઓ અને ઠેકેદારના ઢીલાપણાને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી નીતિમાં સ્પષ્ટતા છતાં, જમીન પર કામ માટેની જાગરૂકતા અને જવાબદારીનો અભાવ જોવા મળે છે.હવે ગ્રામજનો દ્વારા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગની પરેશાનીઓનો અવાજ ઊંચો કરવામાં આવી રહ્યો છે, અને તેઓ માંગણી કરી રહ્યા છે કે રોડના ડામર કામનું નિર્ધારિત સમયપત્રક જાહેર કરવામાં આવે, જેથી સમયસર કામ પૂર્ણ થાય અને લોકોને રાહત મળે.ભાઠી કરમબેલી – કાચપાડા માર્ગ પર માઈનર બ્રિજનો વિકાસ પૂરો થઈ ગયો છે, પણ 1.5 કિમી લંબાઈના ડામર કામ અધૂરા હોવાથી માર્ગ પર વ્યાપક તકલીફો સર્જાઈ રહી છે. અધિકારીઓની જાણકારીમાં હોવા છતાં કામની ધીમું ગતિ સમસ્યાનો ઉકેલ લાવતી નથી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ