પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનું ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ સમારકામ કરી આપવાની માંગ કરવામા આવી છે. જો કે આ અહેવાલ POV દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા રસ્તા પર પડેલા ગાબડાનું ત્વરીત સમારકામ હાથ ધરાયુ છે, આ મામલે ગ્રામજનો દ્વારા POV ટીમનો આભાર માન્યો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાંથી ખેડુતોની જીવાદોરી સમાન પાનમ હાઈલેવલ કેનાલ આવેલી છે. આ કેનાલના પાણી થકી આસપાસના ખેડુતો દ્વારા તેમના ખેતરોને પીયત માટે સિંચાઈનુ પાણી મળી રહે છે.શહેરા તાલુકાના લાભી ગામના ઘોડા ફળિયા પાસેથી પસાર થતી આ પાનમ હાઈલેવલ કેનાલ પસાર થાય છે. આ કેનાલની પાસેથી અવરજવર કરી શકે તે માટે એક કાચો રસ્તો પણ બનાવામા આવ્યો હતો. વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતા એક ખાડો પડી જતા ગ્રામજનો દ્વારા આ મામલે તંત્રને લેખિત રજુઆત કરવામા આવી છે.પણ આ મામલે કોઈ પગલા લેવામા આવતા ન હતા. POV દ્વારા આ ગાબડાને લઈ અહેવાલ પ્રકાશિત કરવામા આવ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા રસ્તા પર પડેલા ગાબડાનુ આખરે પુરણકામ કરવામા આવ્યુ છે. જેસીબી અને ટ્રેકટરોને લગાડી માટીનું પુરણ રસ્તા પર કરી દેવામા આવતા ગાબડુ પુરાયુ છે. સાથે સાથે ચોમાસા સંભવિત થનારા ખેતરના નુકશાની અટકી જતા ખેડુતો અને ગ્રામજનો દ્વારા પણ POV ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ