શહેરાઃપંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર જાદવને ઈ કોપ એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે.ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે આ એવોર્ડ આપવામા આવ્યો છે. પોકેટકોપ વાહન સર્ચ એપની મદદથી વાહનચોરીના 22 ગુનાને શોધીને 6 આરોપીઓને પકડવામા સફળતા મેળવા બદલ સન્માનિત કરાયા છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-13-152638.png)
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર જાદવને ઈ કોપ એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે. ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે આ એવોર્ડ આપવામા આવ્યો છે. પોકેટકોપ વાહન સર્ચ એપની મદદથી વાહનચોરીના 22 ગુનાને શોધીને 6 આરોપીઓને પકડવામા સફળતા મેળવા બદલ સન્માનિત કરાયા કરવામાં આવ્યાં હતાં. પોકેટકોપ વાહન સર્ચએપની મદદથી પંચમહાલ જીલ્લાના 13,મહિસાગર જીલ્લાના 4,વડોદરા ગ્રામ્યના 4,અમદાવાદ શહેરના 1 તેમ મળીને વાહનચોરીના 22 ગુના શોધી કાઢવામા સફળતા મેળવી અને 6 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. વાહનચોરીના ભેદ ઉકેલવાની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના વરદ હસ્તે ઈ-કોપ એવોર્ડ આપવામા આવ્યો છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ