સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.પદયાત્રીઓ માટે 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરી પદયાત્રીઓને સેવા પુરી પાડવામાં આવશે.ડાકોર રણછોડજી મંદિર માટે કનીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇશ્વર ફાર્મ,ખાત્રજ ચોકડી માટે મોદજ,સિંહુજ ચોકડી માટે સિંહુજ,જશુબા આશ્રમ મોટીખડોલ,મહુધા ચોકડી માટે સિંઘાલી,કૃષ્ણધામ બોરડી અને વન કુટીર માટે ચેતરસુંબા,અલીણા ચોકડી અને જશુબા આશ્રમ મોટીખડોલ માટે અલીણા પ્રાથમિક આરોગ્યે કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-20-at-1.41.59-PM.jpeg)
4 સ્થળોએ 108 એમ્બ્યુલન્સ સેવાઓ રહેશે.યાત્રાળુઓ માટે 3 મોબાઇલ ટીમ દ્વારા મોનિટરિંગ કરાશે.મેડિકલ ઓફિસરની ટીમો સ્ટેન્ડ બાય રખાશે
ડાકોર રણછોડજીના દર્શન માટે પદયાત્રી યાત્રાળુઓને તબીબી સેવા મળી રહે તે માટે રુટ પર 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આયુર્વેદિક/હોમિયોપેથિક તબીબોને કામગીરી સોંપવામાં આવી છે.આર.સી.ટેસ્ટ દ્વારા રાસ્કાથી ખાત્રજ ચોકડી,ખાત્રજ ચોકડીથી મહુધા ચોકડી,મહુધાથી વનકુટર સુધી કુલ 3 મોબાઇલ ટીમ દ્વારા પીવાના પાણીનું વોટર ક્વોલિટી મોનેટરિંગ કરવામાં આવશે.અને સાત આરોગ્ય કર્મચારીઓની ટીમ લારી, ગલ્લા, ધર્મશાળાઓ,હોટલો,તથા આશ્રય સ્થાનોમાં ક્લોરિનેશન, સેનેટેશન ઉપરાંત ખોરાક અને ઔષધ નિયંત્રણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.ડાકોર શહેરી વિસ્તારમાં ક્લોરીનેશન સેનીટેશન તેમજ સ્વચ્છતા જળવાય તે માટે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવાયું છે. પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પદયાત્રી રૂટમાં ટેન્કર દ્વારા પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવશે.
ડાકોર ફાગણી પૂનમના એક દિવસ અગાઉથી જ સંભવિત ઇમરજન્સી સેવાઓને ધ્યાને લઇ એક્ઝીટ પોઇન્ટની બહાર, શ્રીજી મીઠાઇ ઘરની બાજુમાં નગરપાલિકા ડાકોર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ડાકોર અને ગળતેશ્વર ખાતે 108 એમ્બ્યુલન્સની સેવા પુરી પાડવામાં આવશે.અને મેળો પૂરો થાય તે દરમિયાન ડાકોર શહેરી વિસ્તારમાં વ્યુહાત્મક સ્થળોએ આરોગ્ય તબીબી રેફરલ સેવાઓ માટે આઇ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે.