છેલ્લા ચોવીસ કલાકમાં આઠ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકીઓને એક જ દિવસમાં હડકાયું કૂતરું કરડ્યું
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા ૨૪ કલાકથી એક હડકાયા કૂતરાનો આતંક નો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે, જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજપારડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયુ કુતરુ લોકોને ભયભીત કરી રહ્યું છે.

આ કુતારએ છેલ્લા ૨૪ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ ૧૩ જેટલા લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા છે.આ ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલા અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે, હડકાયા કુતરાએ ૧૩ જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે, આટલા લોકોને કરડયા બાદ હડકાયું કૂતરુ મૃત હાલતમાં મળી આવ્યું હતું.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ