નડિયાદ પશ્વિમ પો.સ્ટે.ફ.ગુ.રજી.નં.૧૧૨૦૪૦૪૭૨૫ ૦૦૧૮/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૬૪(૨)(એમ), ૩૫૧ (૩),૩૫૨,૩૨૪, ૧૧૫ કલમ મુજબનો ગુનો રજીસ્ટ્રર કરેલો અને સદર ગુનામાં પોલીસે આરોપી રઈશ જશભાઈ મહીડાને અટક કરેલો અને રીકન્ટ્રકશનું પંચનામું કરેલુ આ આરોપી રઈશ જશભાઈ મહીડાએ નડિયાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા અરજી કરેલી જેમાં જિલ્લા સરકારી વકિલશ્રી ધવલ.આર.બારોટે ધારદાર દલીલો ક૨ેલ કે આરોપી વિરૂધ્ધ અગાઉ પ્રોહી એકટ હેઠળ આઠ(૮) ગુના રજીસ્ટ્રર થયેલા છે અને આરોપી ખુબ જ માથાભારે વ્યકિત છે ભોગ બનનારને પણ અવાર નવાર માર મારતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો ભોગ બનનારની મરજી વિરૂધ્ધ દુષ્કૃત્ય આચરતો હતો વધુમાં ભોગ બનનાર ઘ્વારા પ્રતિકાર કરતા આરોપી ભોગ બનનારની ઘરની બારીના કાચ તોડી નાંખીને ડરાવતો હતો અને ફોન કરી તેણીના પરીવારને એકસીડન્ટ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો
જે દલીલો ગ્રાહય રાખી આજરોજ ચોથા એડી.સેશન્સ જજ એસ.પી. રાહતકર સાહેબશ્રીની કોર્ટમાં આરોપીની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ નામદાર કોર્ટ કરેલ છે.