ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ છે. આ યાત્રામાં ભીડ જોતા લાગી રહ્યુ હતું કે કોંગ્રેસમાં પ્રાણ ફુંકાઈ રહ્યો છે . પરંતુ નવસારીમાં ભાજપે અલગ ખેલ પાર પાડ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે નવસારી તાલુકાના ખેરગામ તથા આસપાસના ગામોનાં 150થી વધુ કાર્યકરો અને આગેવાનોએ ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો છે.
જલાલપોર વિધાનસભા મતવિસ્તારના નવસારી તાલુકાના ખેરગામ તથા આજુબાજુ ના ગામો ના 150 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. જેના કારણે ભાજપની શક્તિમાં વધારો થયો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ આ વખતે ભાજપને જીતાડવાનો સંકલ્પ લીધો હતો.
નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલ અને જિલ્લા હોદ્દેદારોની હાજરીમાં ગ્રામ પંચાયત સભ્ય સહિત 150 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય આરસી પટેલે તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકાર્ય હતા. આ પ્રસંગે જલાલ પર વિધાનસભા વિસ્તારના અને નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જલાલપોરથી હિતેશ વાઘેરાનો રિપોર્ટ