હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ શહેરથી લઇને વિવિધ ગામોમાં વરસાદ વરસતો જોવા મળ્યો હતો.જોકે ગરમીના બફાટની વચ્ચે ત્રીજીવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી લેતાં રોડ રસ્તા ભીંના કરી રસ્તાના ખાબોચિયા છલકાઇ દીધા હતાં.બાળકો વરસાદી મોસમની મજા માણવા શેરીઓના રસ્તે નહાવા માટે દોડી આવ્યાં હતાં.
રાજકોટ શહેરથી લઇને વિવિધ ગામોમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયેલો જોવા મળ્યો હતો.જેથી ભારે ગરમીથી બફાટ મારતી જમીન આજે વરસી ગયેલા વરસાદે ભીંજી નાખી હતી.આમ વરસી રહેલા વરસાદે શહેરની વિવિધ સોસાયટીઓથી લઇ કાનાવાડા, સાતોદડા જેવા અનેક ગામોમાં વરસાદી વાતાવરણ જોવા મળતાં,સૌ કોઇના ચહેરા પરનું સ્મિત ચમકી ઉઠ્યું હતું.ને કહેવા લાગ્યાં હતાં કે હાશ, હવે ગરમીથી છુંટકારો મળશે.આ વરસી રહેલા વરસાદે ખેતરની પાળીઓ તોડી નાખી હતી અને રસ્તાના ખાબોચિયા પાણીથી છલકાઇ નાખ્યાં હતાં. બાળકોએ વરસી રહેલા વરસાદની મજા માણવા શેરીઓના રસ્તા પર નહાવા માટે દોડી આવ્યાં હતાં.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ