પંચમહાલ જીલ્લાના ઘોંઘબા અને હાલોલ તાલુકામા આવેલી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમોને રાજગઢ પોલીસ ઝડપી પાડી 35 નંગ ગેસના બોટલો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજગઢ પોલીસ મથકના પીઆઈ એસ.બી.બુટીયા પોલીસ સ્ટાફ સાથે વાહનચેકીંગમાં હતા તે સમયે બાતમી મળી હતી કે ઝીઝરી ગામે આંગણવાડીમાં રાંધણગેસના બોટલ તેમજ સગડીની ચોરી થઈ હતી તે મુદ્દામાલ નંબર વગરની બાઈક પર બે ઈસમો ગેસનો એક બોટલ લઈને ઘોઘંબા તરફ જનારા છે. આથી રાજગઢ પોલીસે વોચ ગોઠવી ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ પુછપરછમાં ઈસમોએ હાલોલ,કાલોલ અને ઘોઘંબા તાલુકાની આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ કરીને તાળાતોડીને રાંધણગેસના બોટલ અને સગડીઓની ચોરી કરી હતી. પોલીસની પુછપરછમાં આરોપીઓએ ઘોઘંબા તાલુકાના ઝીંઝરી ગામે આગંણવાડીમાંથી ગેસ બોટલ અને સગડીની, પાધોરા અને શામળકુવા ગામે પણ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાથી ગેસ બોટલ, ચંદ્રનગર પ્રાથમિક શાળામાંથી બોટલો અને સગડીની ચોરી, ખરોડ,ફરોડ, ધનેશ્વર નવાકુવા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાંથીગેસ બોટલ અને સગડીની,વાકોડ મોલ, પ્રાથમિક શાળામાંથી ગેસના બોટલો.હાલોલ તાલુકાના અરાદ તેમજ કાલોલ તાલુકાના એરાલ ગામેથી હાઈસ્કુલમાથી બોટલોની, તેમજ સાથરોટા ગામેથી બાઈક ચોરી, તેમજ પાલ્લા ગામે પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટરની ચોરી કરી હતી. પોલીસે 35 જેટલા રાંધણગેસના બોટલોના સિલીન્ડર ઝડપ્યા.રાજગઢ પોલીસે આરોપી (1) મહેશભાઈ સુધીરભાઈ નાયક (2) અંકુરભાઈ દિલીપભાઈ પરમાર (3) રણવીર મહેશભાઈ રાઠોડને ઝડપી પાડીને તપાસ દરમિયાન રાંધણગેસના 35 નંગ બોટલો,રાધણગેસની સગડી નંગ-4,એક બાઈક, અને એક મોનીટર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.આમ પોલીસે હાલોલ ગ્રામ્ય પોલીસ મથક અને રાજગઢ પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલી કાઢવામા સફળતા મળી છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ