26 મે 2015માં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા આ પુલને ખુલો મુકવામાં આવ્યો હતો. હાલ પુલની ઉપર ગાબડું પડી જવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો.જો પુલને બંધ કરવામાં આવે તો દપાડા, ખાનવેલ, વેલુગામ સહિતના ગામો દાનહ સાથે સંપર્ક વિહોણા બને તેવી પરિસ્થિતિ ન ઉભી થાય, તેથી આ વાતને ધ્યાને લઇને એક બાજુનો રસ્તો ચાલુ રાખી ગાબડું પુરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે
દાનહના રખોલી ખાતેથી પસાર થતી દમણગંગા નદી ઉપર દાનહ પ્રશાસન દ્વારા વર્ષ 2015માં નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.અહીં જ જૂનો પુલ હતો એને અવરજવર કરવા માટે બંધ કરી દેવાયો હતો. હજુ તો ચોમાસુ શરૂ થાય એ પહેલાં જ આ પુલ ઉપર ગાબડું પડી જતા વાહનવ્યવહાર માટે મુશ્કેલી પડી રહી છે.પુલની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો.દમણગંગા નદીનો આ પુલ દાનહના દપાડા, ખાનવેલ,વેલુગામ, માંદોની વગેરે વિસ્તારને જોડે છે.ત્યારે 10 વર્ષ પહેલા જ બનેલા પુલ ઉપર ગાબડું પડતા પુલમાં વપરાયેલ સળિયા દેખાઈ આવ્યા હતા અને હાલમાં જ બનેલા પુલમાં ગાબડું પડતાં પુલની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ