અમદાવાદ
બહુ ગાજેલા અમરેલી લેટર કાંડ બાદ ભાજપમાં વધુ એક લેટરકાંડે હડકંપ મચાવ્યો છે. અમરેલી બાદ સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા રાજકોટમાં લેટરબોમ્બ ફૂટ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે સામે ગંભીર આરોપ કરાયા છે.
સોસિયલ મીડિયા પર વાઇરલ થયેલા બે પેજના આ લેટરમાં એવો ઉલ્લેખ થયો છે કે, ભાજપના સૌરાષ્ટના આગેવાન ધવલ પટેલે પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કર્યું છે. પાર્ટીની મળેલી જવાબદારી નો ગેરઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરી અને અંગત સ્વાર્થ સિદ્ધ કર્યા છે. તેમજ સંગઠન ની મહિલા આગેવાનો સાથે ખોટા સબંધ હોવાનો પણ સનસનીખેજ આરોપ મુકાયો છે . આ ઉપરાંત મોટાભાગના વોર્ડ પ્રમુખો મહિલા કાર્યકરની ભલામણ વાળા છે. મહિલાઓ દ્વારા જે નામોની ભલામણો કરવામાં આવી હતી તે જ જવાબદારી આપી છે . રાજકોટ જિલ્લામાં પ્રવાસ દરમિયાન મોડી રાત્રે મહિલા કાર્યકરોને મેસેજ કરવા કોલ કરવા અને એકાંત માં મળવા બોલાવીને પાર્ટીની આબરૂ જાય એવા કાળાકારનામાં માટે ધવલ દવે પ્રખ્યાત હોવાનો ઉલ્લેખ કર્યો છે . પત્રમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે અંગત સબંધ હોવાની વાતો કરી પોલીસ અધિકારીઓને બદલી કરાવી આપવાની લાલચ આપી 5 લાખ થી 14 લાખ સુધીના આર્થિક વહીવટ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ પત્રમાં ધવલ દવે દ્વારા પાટીદાર આગેવાનોનું રાજકારણ પૂરું કરી દેવાની વાતો કરવામાં આવતી હોવાના દાવો કરવામાં આવ્યો છે . આ પત્ર બાદ હવે ભાજપમાં ફરી એક વાર જૂથ વાદ સામે આવ્યો છે.
અમરેલી પાયલ ગોટી લેટર કાંડ મુદ્દે ભાજપની ફજેતી થયા બાદ વધુ એક લેટરથી રાજકારણ ગરમાયું છે
આ વાઇરલ પત્રથી ફરી એક વાર વિપક્ષને ભાજપને ઘેરવાનો મોકો મળશે.