મહારાષ્ટ્રમાં હોર્ડિંગ્સ પડવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ભીલાડથી ડુંગરી સુધીના હાઇવે પર લટકતા હોર્ડિંગ્સ વાહન ચાલકોનો ભોગ લેશે શનિવારે વાપી હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીનું હોર્ડિંગ્સ પડતા વાહન ચાલકને અકસ્માત નડ્યો હતો. જોકે વાહન ચાલક માંડ બચ્યા હતા.પરંતુ કારને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું હતું.
વાપી યુપીએલ બ્રિજની આગળ અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે પર શનિવારે બપોરે સ્થાનિક કારચાલક પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલા કોડિંગ્સ હોર્ડિંગ્સ અચાનક તૂટીને કારચાલક માથે પડયું હતું જેના કારણે નુકસાન થયું હતું. આ ઘટનામાં કારચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી, પરંતુ મોટી ઘટના બનતા રહી ગઈ હતી કારની સ્પીડ ઓછી હોવાથી કારચાલકને બચવ થયો હતો. પરંતુ જ્યાં જ્યાં નેશનલ હાઇવે પર આ પ્રકારના હોડીંગ્સ છે ત્યાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હટાવવાની કામગીરી કરવી જોઈએ.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ