જામકંડોરણાના ઇન્દિરા નગર વિસ્તારના રહીશો રખડતા ઢોર ના ત્રાસ ત્રાહિમામ પોકારી ઊઠયા

જામકંડોરણાનો મુળભુત પ્રશ્ન એટલે રેઢિયાળ અને રખડતા ઢોરના બાબતે જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાંથી લોકો દ્વારા જામકંડોરણા સંરપચને ઉદેશીને લેખિતમાં ગ્રામ પંચાયતને અરજી કરવામાં આવી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અસહ્ય ઢોરના ત્રાસનો યોગ્ય ઉકેલ લાવવો અને વાડાઓ ધારે આપવામાં આવે. જો આ બાબતે યોગ્ય સંતોષજનક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ઈન્દિરા નગર વિસ્તાર ઘણા વર્ષોથી અહીં ગામ તળ અને સીમતળમાં આવેલ ખરાબાની જગ્યામાં વસેલો વિસ્તાર છે, જ્યાં જામકંડોરણાના મુખ્ય ચાર દરવાજા નગર નાકા ધોરાજી નાકા બારીના નાકા અને ભાદરા નાકા જુના સમયમાં જામકંડોરણા ફરતે ગઢની રાંગ હોવાથી મુખ્ય આ ચાર દરવાજાથી લોકોને આવવા જવાનું રહેતું હતું, જામકંડોરણા રાજાશાહીના જમાનાથી વસેલું છે, સંજોગો વસાત ગામની બહાર માલધારીઓએ પોતાના માલ ઢોર રાખવા વાડાઓ અને ચરીયાણ માટે ગૌચર ખરાબો નજીક થાય એવા હેતુથી અહીં વસાહત થઈ હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ ગામમાં વસ્તી વધવાના કારણે અન્ય લોકો પણ આ વિસ્તારમાં રહેવા માટે મકાનો બાંધવા લાગ્યા અને સરકારની પોલીસી મુજબ ઇન્દિરા આવાસ યોજના પ્રધાનમંત્રી મંત્રી આવાસ યોજના જેવા વિવિધ આવાસ યોજનાના માધ્યમથી અને ગ્રામ પંચાયતના 100 વાર ચોરસ પ્લોટીંગના કારણે આ વિસ્તાર ઇન્દિરા નગર વિસ્તાર તરીકે ઉપસી આવ્યો અને બાદમાં આ ઇન્દિરા નગર વિસ્તારની બંને સાઈડ મોટી સોસાયટીઓ આવેલી છે. એક તરફ કીશાન પ્લોટ બીજી તરફ ગોકુલધામ જેવા વિસ્તારો ડેવલોપમેન્ટ થયા બાદમાં આ ઇન્દિરા નગર તરીકે ઓળખાતા વિસ્તારમાં મુખ્ય ગામ અને ગ્રામ્ય વિસ્તારમાંથી વસ્તી ખૂબ પ્રમાણમાં આવવાથી આ વિસ્તાર પણ ગીચ ભરચક થઈ ગયો, અને વસ્તી વધવાના કારણે ગૌચર ખરાબો જે મૂળ ગામની બહાર આવેલ માલધારી માટે ઈન્દિરા નગર વિસ્તાર જ નહીં પણ આખા જામકંડોરણા ગામમાં ધીરે ધીરે ગુમ થવા લાગ્યો અને આજે લગભગ 75% ગૌચર ખરાબમાં બિનઅધિકૃત બાંધકામ અથવા ખેતી માટે પેશકદમી થઈ છે જેના કારણે પશુઓનો ખૂબ જ ત્રાસ વધી રહ્યો છે. આવા પ્રશ્નો ઉદભવવા લાગ્યા, જેવો જ એક પ્રશ્ન આજે જામકંડોરણાના ઇન્દિરા નગરમાં ઉદભવતા સ્થાનિક લતાવાસીઓ દ્વારા જામકંડોરણા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીને અને ગ્રામ પંચાયત સરપંચને લેખિતમાં અને મૌખિકમાં ધારદાર રજૂઆત કરવામાં આવી, હવે જોવાનું રહ્યું કે ગૌચર ખરાબાનુ પંચાયત દ્વારા દૂર કરાવીને કાયમી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે ? ઢોરને ડબ્બે પુરીને દંડ ફટકારવામાં આવશે ? કે પછી રખડતાં ઢોરનો પ્રશ્ન રાખીને તેનાં નામ ઉપર હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવશે ?તેવા અનેક સવાલોએ સ્થાનિકમુખે ચર્ચાનું જોર પકડ્યું છે.
મૂળ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ થયો એ જાણીને કાયમી માટે ગૌચર ખરાબો ખાલી કરવામાં આવે તો કાયમી માટે અને આવનારા ભવિષ્યનો પણ પ્રશ્ન હલ થઈ જાય આવું જાણકાર લોકોનું માનવું છે

જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *