-સરકારની હર ઘર નલ સે જલ યોજના બની, ગામલોકો માટે પણોતી
વિકાસની ગુલબંગો વચ્ચે તાલાલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પીવાના પાણીના વલખાં મારતાં ગામવાસીઓ.સુત્રાપાડાના કણજોતર અને ધામળેજ ગામ બંદર વિસ્તારમાં હજારો લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ગામમાં લાખોના ખર્ચે ઑવરહેડ ટેન્ક, સમ્પ અને ઘર ધર સુધી નળ કનેક્શન તો છે, પરંતુ પાણી ન આવતા લાખો ન યોજના શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ રહી છે.અહીં એક તરફ ઉનાળાના ધોમધખતા તડકા પડી રહ્યા છે, અને બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની સ્થિતિ જોવા મળી રહી છે.
ધામેળેજ ગામ અને બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામજનોને 15 દિવસે એક વાર મીઠું પાણી નસીબ થાય છે. ગૃહિણીઓ પાણીના એક બેડા માટે જાણે બેંકમાં પૈસા લેવાની લાઇન લાગી હોય તેમ લાઇનો લાગેલ જોવા મળે છે. એક બેડુ પાણી ભરવા માટે પડાપડી કરવી પડે છે.જેમાં લડાઇ ઝગડા પણ થઇ જતાં હોય છે, તેવામાં કેટલીય ગૃહિણીઓના માટીના ઘડા ગૃહિણીઓના ફૂટી જતાં હોય છે.નળ અને હેડ પમ્પમાં પાણી ન આવતાં ગૃહિણીઓ પાણીની ટાંકીએ ચડી પાણી ભરવા મજબૂર બની છે. ગ્રામજનોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, પાણીના પ્રશ્ને રાજ્ય સરકારના મંત્રી કુવરજીભાઇ બાવળિયા,ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાંસદ રાજેશ ચુડાસમા,ધારાસભ્ય ભગવાન બારડ તેમજ અધિકારીઓને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં છેલ્લા અનેક વર્ષોથી માત્ર ઠાલા વચનો સિવાય કશું મળતું નથી.છેલ્લા સાતથી આઠ વર્ષથી ગ્રામજનો દર ઉનાળે પીવાના પાણી માટે પરેશાન થતાં જોવા મળે છે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ વાયદાઓ તો કરી, મત મેળવી જાય છે. પરંતુ પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેક માટે બાબાજીનો ઠીંગો બતાવી જનતાને છેતરી જતાં હોવાની બુમ ઉઠી છે.આ બાબતે ગ્રામજનોએ સરકાર પાસે પીવાના પાણીની સમસ્યાનો હલ કાયમ માટે કરી આપે તેવી લોકમાંગ ઉઠી છે.
ગીર સોમનાથથી રિપોર્ટ મહેશ ડોડિયાનો રીપોર્ટ