ઉમરગામ જીઆઇડીસી લોકોની વિસ્તારમં સુગમ સુવિધાઓ પુરી પાડવાની ફરજ નોટીફાઇડ એરિયા કચેરીની છે. માતબર ટેક્ષ લઇ , જો કોલોની વિસ્તારોની સાફ – સફાઇની કાળજી યોગ્ય રીતે ન લેવાતી હોય તો એની રજૂઆત પ્રજાએ કરવી તો કોણે કરવી..? કેટલાંક ઉદ્યોગપતિઓ તથા બિલ્ડરોના સહયોગથી જીઆઇડીસી કચેરી તથા નોટીફાઇડ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ પુંજાતા હોય છે.આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ તેઓ આંખ આગળ આડા કાન કરી લે બાબતને નકારી શકાય તેમ નથી.
કેટલાંક કોલોનીમાં રહેતાં સામાજીક સેવાભાવી લોકો ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં રજૂઆત કરતાં નજરે પડતાં હોય છે. પરંતુ.. તેઓની વ્યથા.. ફક્ત ચાર દિવાલમાં ગુંજી સમાપ્ત થઈ જતી હોય છે. હવે, નવાં યુઆઈએ પ્રમુખ નરેશ બાંઠિયાનું આગમન થઈ ચુક્યું છે. આ પ્રમુખે ડુક્કર બાબતે નોટીફાઈડનાં અધિકારીને તાકિદ કરી છે. આ તાકિદનાં જવાબરૂપે નોટીફાઈડનાં અધિકારીએ જલદ કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. જે, યુઆઈએ પ્રમુખની કાર્યવાહી સરાહનીય છે. જોવાનું એ છેકે, ઉમરગામ નોટીફાઈડનાં અધિકારી અને એમની ટીમ ડુક્કરોને બાનમાં લેવાં કઈ જલદ કાર્યવાહી કરશે.કોલોનીનાં કેટલાંક કહેવાતાં ઉદ્યોગપતિઓ પણ ડુક્કરોથી ત્રાસી ગયા છે.પરંતુ તેઓ ડુક્કર ખેદેડવાની શક્તિ, વોટ્સએપ પર રાજકીય પક્ષોની ઘોર ખોદવામાં વેડફી રહ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ