પૂરઝડપે આવતી રિક્ષા ટ્રેલર સાથે અથડાઈ, રિક્ષાચાલકનું મોત, 5 મુસાફરને ઈજા થઈ હતી

વાપી GIDCના ચાર રસ્તા પાસે 16.03.2025 રાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી.CCTV વીડિયો વાયરલ, પૂરઝડપે આવતી રિક્ષા એક ટ્રેલર સાથે અથડાઈ હતી, જેથી ગંભીર ઈજા પહોંચતાં રિક્ષાચાલકનું મોત થયું હતું, જ્યારે રિક્ષામાં સવાર 5 મુસાફરને ઈજા પહોંચી છે.સામેથી આવતા ટ્રેલર સાથે રિક્ષા ધડાકાભેર અથડાઈવાપી GIDCમાં બનેલી આ અકસ્માતની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે પૂરઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેથી રિક્ષા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ ઘટનાની માહિતી મળતાં જ વાપી GIDC પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. નજીકના CCTVમાં કેદ થયેલા ફૂટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફૂટેજ પોલીસની તપાસમાં મહત્ત્વની કડી બની રહેશે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *