
વલસાડ રેલવે પોલીસ દ્વારા ઝડપાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ભીલાડ ચેકપોસ્ટ નજીક આવેલા વિસ્તારમાં પોલીસની ઉપસ્થિતિમાં રોલર ફેરવીને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
મોટા જથ્થામાં આ દારૂને રોડ પર ફેલાવીને જમીનદોજ કરવામાં આવ્યો, જેમાં અંદાજે 24 લાખ રૂપિયાનું વિદેશી દારૂ શામેલ હતું. જયારે રોલર દારૂની બોટલ્સ ઉપરથી પસાર થયો ત્યારે જાણે રોડ પર દારૂની નદી વહેતી હોય એવો દૃશ્ય સર્જાયો.

આ સમગ્ર કાર્યવાહી રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી. આ પગલાંથી પોલીસનું સંદેશો સ્પષ્ટ છે કે ગેરકાયદેસર દારૂની હેરફેર કરનારાઓને હવે કોઈ છૂટછાટ નહિ મળે.
ગેરકાયદેસર દારૂના વિરુદ્ધ રેલવે પોલીસે આકાર્યવાહી કરીને કડક સંદેશો આપ્યો છે અને સ્થાનિક લોકોમાં પણ પ્રશંસાનું વાતાવરણ જોવા મળ્યું છે.
વલસાડ થી આલમ શેખ..