જામકંડોરણાની ફોફળ નદીમાં રેતી માફીયાનો જમાવડોભાજપ દ્વારા એક તરફ સદસ્યતા અભિયાન અંતર્ગત નામની નોંધણી કરાવવા ઘર-ઘર પહોંચી ગયા છે.પરંતુ જામકંડોરણાની ફોફળ નદીમાં રેતી ચોરી અટકાવવા તંત્ર લાચાર બન્યું છે આ તંત્રના અધિકારીઓને ખનીજ માફીયાનો ડર લાગે છે કે ગજવા ગરમ થઇ ગયા છે ? જેવો સવામણનો સવાલ જામકંડોરણા-જેતપુરની પ્રજાને સમજની બહાર છે.
જામકંડોરણા-જેતપુર બને તાલુકાની હદમાં દિન દહાડે લાખો રૂપિયાની કિંમતી રેતી ઉલેચવામાં આવી રહી છે છતાં તંત્ર મુકપ્રેક્ષકની જેમ તમાસો જોઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી જામકંડોરણા તાલુકાના નાના મોટા દૂધીવદર, ઈશ્વરીયા ગામ અને જેતપુર ના લુણાગરા વચ્ચે વહેતી ફોફળ નદીમાં બેરોકટોક ધમધમી રહેલી આ રેતી ચોરીના માફીયાઓ પણ કમાલ કરી છે. સ્થાનિક લોકો એક તરફ વિડિયો બનાવી રહ્યા છે. છતાં લેશમાત્રની દરકાર કે ડર વગર ફોફળ નદીમાં ઉતરીને રેતીના ટ્રેકટર અને ડમ્પર ઉતારીને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોરણા અને જેતપુર તાલુકાના સ્થાનિક લોકોમાં આવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ અધિકારી આ ફોફળ નદીમાં ફરકતા પણ નથી. ગ્રામ્ય વિસ્તારના લોકો, સરપંચ, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો જો ફોફળ નદીમાં થતી રેતી માફીયા સામે પોલિટિકલ પાવર બતાવે તો જ રેતી માફીયા ફોફળ નદીનો રસ્તો ભુલે નહીંતર આ સમસ્યા જામકંડોરણા જેતપુર માટે કાયમી ઘર કરી દેશે તેવું આમ જનતા જણાવી રહી છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ