ઉમરગામ તાલુકાના મહુધા ઔદ્યોગિક વસાહત ધરાવતા સરીગામ જીઆઇડીસી ખાતે સોમવારે 11:30 કલાકે સરીગામ જીપીસીપી,નોટિફાઇડ એરીયા સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના સહયોગ એ સરીગામ જીપીસીબી,નોટિફાઇડ એરિયા અને મેડલિન કંપનીના પરિસર સહિત આજુબાજુના વિસ્તારમાં 17 સંતેમ્બરે દેશના યશસ્વી વડા પ્રધાન મોદીજીના જન્મ દિન થી 2જી ઓકટોબર રાષ્ટ્ર પીતાં ગાંધીજીના જન્મ દિવસ સુધી સ્વચ્છતા અભિયાન પખવાડિયા દરમિયાન ખાસ ઉજવણીમાં જીઆઇડીસી વિસ્તારોમાં સ્વચ્છતા મિશન આરંભી સ્વચ્છતા હી સેવા અભિયાનની હર્ષ અને ઉલ્લાસે ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/10/IMG-20241001-WA0022.jpg)
કાર્યક્રમ અંતર્ગત જીપીસીપીના રીજનલ ઓફિસર એઓ ત્રિવેદી,સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાની કાર્યક્રમના ચેરમેન કૌશિક પટેલ નોટિફાઇડ એરીયાના કોર કમિટીના ચેરમેન નીતિન ઓઝા,સભ્ય સજ્જન મુરાર્કા,એજ્યુકેટીવ કમિટીના સભ્ય સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી આજુબાજુ વિસ્તારનો રહેલો કચરો સાફ કરી વિસ્તારને સ્વચ્છ કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.રિજનલ અધિકારી એ ઓ ત્રિવેદી એ જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ઉપરોક્ત કાર્યક્રમ યોજી લોકોમાં સ્વચ્છતા અભિયાન પ્રત્યે જાગૃત,પોતે સ્વસ્થ રહે એવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.SIA પ્રમુખ નિર્મલ દુધાનીએ જણાવ્યું હતું કે,ઘરમાં લક્ષ્મીનો વાસ ત્યારે જ રહે છે,જ્યારે ઘર સ્વચ્છ રહે છે અને લોકોએ મન વચન અને કર્મથી સ્વચ્છ બનવાની જરૂરિયાત રહી છે.ત્યારે મેડલીન કંપની ના કલ્પેશ ભગતે જણાવ્યું કે,સ્વચ્છતા હિ સેવા અભિયાન કાર્યક્રમ થી કંપની વિસ્તાર ને સ્વચ્છ કરવામાં આવ્યું છે.તેની સાથે સ્વચ્છતા કાર્ય ને અનુસરી અમો આખું વર્ષ કંપની બહાર પડેલો કચરો ઉચકાવી સાફ કરી વિસ્તાર ને સાફ રાખવામાં હરહંમેશ કંપનીએ સહયોગ કર્યો છે.વિસ્તારમાં ડસબિન આપી ગામ સ્વચ્છ રહે એવા પ્રયાશ હાથ ધરવામાં આવ્યા છે.સમિમ રીઝવી,કમલેશ ભટ્ટ,આનંદ પટેલ,કમલેશ વાસવાણી,sia કમિટી સભ્ય દિલીપ ભંડારી,દામોદર પરેખ સહિત મોટી સંખ્યમાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ