સંઘપ્રદેશ દમણમાં વિવિધ સોસાયટીઓ અને નાના મોટા મંડળો સાથે દમણ પોલીસ વિભાગ દ્વારામાં પણ વર્ષોથી ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ દમણના નવા બની રહેલા પોલીસ મથકમાં 11 દિવસીય શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં કરવામાં આવી છે, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા 11 દિવસ સુધી ગણપતિની ભક્તિભાવ પૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે.
દમણમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે આજે ગણેશ મહોત્સવના 10માં દિવસે પોલીસ વિભાગ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, દમણના DIG અમિત શર્મા સહ પત્ની સત્યનારાયણ કથાના યજમાન બન્યા હતા, અને વિધિવત રીતે કથાનું સમાપન કર્યું હતું, કથા પ્રસંગે નાની અને મોટી દમણના તમામ પોલીસ મથકોના SHO સહિત પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો,
વાપીથી આલમ શેખનો રીપોર્ટ