હાઈસ્કૂલનું કેમ્પસ ગ્રાઉન્ડ જંગલીરુપ ધારણ કરતાં શિક્ષકે વિદ્યાર્થીઓને મજૂર બનાવ્યાં
શું વિદ્યાર્થીઓ હાઇસ્કૂલમાં ખેતી કામ કરવા આવે છે કે ભણવા?
ઉમરગામ તાલુકાના સંજાણ ડાકલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઘાસ કાપતા દ્રશ્યો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ પાસે શિક્ષક દ્વારા ઘાસ કાપતા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
આપણે સાંભળ્યું હશે કે શાળા કોલેજો વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું મંદિર કહેવામાં આવે છે.જ્યાથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીના આવનારા ભવિષ્યમાં યોગ્ય દિશા તરફ લઇ જવા માટે, સાચી દિશામાં સાર્થક થાય છે.પરંતુ ઉમરગામ તાલુકાના સંજાણ ડાકલા હાઈસ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પાસે વેઠીયા મજૂરી કરાવતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.અહીંયા જોવા મળતાં દ્રશ્યોમાં શિક્ષકની હાજરીમાં જ શિક્ષક ખડેપગે ઉભા રહીને ખેતરમાં આવેલા દાડિયાં પાસે મજુરી કામ કરાવવામાં આવે, તેવી જ રીતે વિદ્યાર્થીઓના માથે ઉભા રહીને એક શિક્ષકે વિદ્યાર્થીઓને દાડિયે બોલાવીને કામ કરાવતાં હોય તેવી રીતે હાઈસ્કૂલના કેમ્પસમાં ઘાસનું નિકંદન કરાવવામાં આવતો વીડિયો જોવા મળ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આવી જંગલી જગ્યાઓમાં ઝેરી જાનવરોને ઠંડક મળી રહે તે માટે આવી અવાવરુ જગ્યાએ છુપાઇ રહેતાં હોય છે.તો આવી જગ્યામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે છે તે કેટલું યોગ્ય? કમનશીબે કોઇ વિદ્યાર્થીને જાનવર કરડી જાય તો તેના માટે જવાબદાર કોણ ? બીજું કે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતાં હોય છે કે શાળાની સાફ સફાઇ કરવા તેવા સવાલો લોકમુખે ચર્ચાતાં શિક્ષણ પદ્ધતિ સામે સવાલો ઉઠ્યા છે.
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંજાણ ડાકલા હાઇસ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ, તે જોવું રહ્યું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ