જામકંડોરણા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

આજરોજ તાલુકા શાળા જામકંડોરણા અને કન્યાશાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીમાં પ્રથમ વખત પ્રવેશતા બાળકો તેમજ બાલવાટિકા અને ધોરણ-૧ માં નવા પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક પ્રવેશ આપવામાં આવ્યો. આ તકે મહાનુભાવોના વરદ હસ્તે ધોરણ ત્રણથી આઠમાં ગત વર્ષે પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ આપી બિરદાવ્યાં હતાં.

શાળા પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક વિકસિત જાતિ કલ્યાણ રાજકોટ બારોટ સાહેબ જણાવ્યું હતું કે અભ્યાસ જીવનનો એક ભાગ છે. બાળકો હોશે શાળાએ આવે અને અભ્યાસ કરે તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે યોજનાઓનો વાલીઓ દ્વારા લાભ લેવા માટે ખાસ જણાવ્યું હતું. તેમજ વાલીઓને વ્યસનથી દૂર રહેવા અને બાળકોને પણ વ્યસનની લત ન લાગે તે વિશે માહિતગાર કર્યા હતા.શાળાના આચાર્ય વિજયભાઈ રાણપરીયાએ બાળકોને મોબાઈલ ન જોવાનો અને શાળાએ નિયમિત આવવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે જામકંડોરણા મામલતદાર સાંગાણી, ઇન્દિરા નગર જસાપર સી.આર.સી કો ઓર્ડીનેટર, સરપંચ તેમજ રાજકીય સામાજિક આગેવાનો, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.

જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *