મલેકપુરની વિનાયક વિધાલય ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે શાળા પંચાયતની ચૂંટણીનુ આયોજન કરવામાં આવેલ હતું.આમ મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે આજરોજ શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.

બાળકોમાં અત્યારથી જ નિષ્ઠાવાન, પ્રમાણિક, ઈમાનદાર નેતાગીરીનો ગુણ વિકસે તે હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનુ આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આવરી લેવામાં આવી હતી. જાહેરનામું બહાર પાડવું, ફોર્મ ભરવું, ફોર્મની ચકાસણી કરવી, ફોર્મ પર ખેચવું, સમરસ વર્ગ બનાવો જેવી પ્રક્રિયાઓ બાદ બે થી ચાર કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી હતી. જેમાં પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિંગ સ્ટાફ, ઝોનલ અધિકારી, ચૂંટણી અધિકારી, મતદાન એજન્ટ જેવા સ્ટાફની નિમણૂંક બાળકોમાંથી કરવામાં આવી હતી તથા મતદાર યાદી શાહી, મતકુટીર,મત પેટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારબાદ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જી.એસ તરીકે ખાંટ શિવરાજકુમાર અને એલ.આર તરીકે સોલકી રીધ્ધીબેન ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ બાળ સંસદની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી સમિતિઓના મંત્રીની વરણી કરવામાં આવી હતી. જ્યારે શાળાના આચાર્ય તેમજ શાળાના પ્રમુખ દ્વારા બાળકોને ચુંટણીલક્ષી સવિશેષ માર્ગદર્શન આપવામાં આવતાં બાળકોમાં પણ આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.

મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *