
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમા પાલિકા પ્રમુખના દિશાનિર્દેશમા પાલિકા પરિસરમા રોજગાર મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ મેળાનો ઉદેશ્ય શહેરના યુવાઓને રોજગારનો વધુમા વધુ અવસર પ્રાપ્ત કરાવવાનો હતો.આ મેળામા અંદાજીત 231ઉમેદવારોએ ભાગ લીધો હતો.જેમાથી વિવિધ કંપનીઓ અને બિલ્ડર્સ દ્વારા 132 ઉમેદવારોને વિવિધ પદો માટે પસંદગી કરવામા આવી હતી.જીલ્લા પ્રશાસન દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે દરેક ભાગીદાર કંપનીઓ અને બિલ્ડરો અને યુવા પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.જીલ્લા પ્રશાસન ભવિષ્યમા પણ આવા આયોજનના માધ્યમથી ક્ષેત્રના યુવાઓને સારો રોજગારનો અવસર પ્રદાન કરવા કટિબદ્ધ છે.આ અવસરે પાલિકા પ્રમુખ રજની શેટ્ટી, ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર, સીઓ સંગ્રામ શિંદે, પાલિકા સભ્યો, કંપનીના પ્રતિનિધિઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.