ભીલાડ ભંડારી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાતા લાભાર્થીઓની હાજરી જોવા મળી હતી.,ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે 10 માં તબક્કાનો બીજો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય રમણ પાટકારે સવારે 11: કલાકે વિધિવત સેવા સેતુ કાર્યક્રમ નો પ્રારંભ કરાવ્યો હતો.
પુરવઠા વિભાગ મહેસુલ વિભાગ જાતિ આવક ના દાખલા આધારકાર્ડ સહિતની કામગીરી અર્થ તાલુકાના વિવિધ ગામોમાંથી અરજદારો સેવા સેતુ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. અરજદારો દ્વારા રજૂ કરાયેલા મોટાભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવી સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સિદ્ધ કરવામાં તાલુકાનું વહીવટી તંત્ર સફળ રહ્યું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને પાંખી હાજરી જોવા મળી હતી. સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રમણ પાટકર ,મામતલદર , તાલુકા વિકાસ અધિકારી , તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભરત જાદવ, દિપક મિસ્ત્રી સહિત તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ