ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલ ના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમવર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો થઈ રહ્યા છે. આ હેઠળ ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત તથા મફત ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ શહેરાની એસ.જે.દવે હાઈસ્કુલના કેમ્પસ ખાતે રાખવામા આવ્યો હતો.રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આંખોની તપાસ કરાવી તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પંચમહાલ જીલ્લાના શહેરા નગર ખાતે આવેલી શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો.જેમા શહેરા નગરની જનતાએ પણ આ કેમ્પનો લાભ લીધી હતો આંખોની સમસ્યાવાળા દર્દીઓએ આંખોની તપાસ તજજ્ઞ તબીબો પાસે કરાવાઈ હતી. સાથે સાથે મશીન દ્વારા દર્દીઓના આંખોની નંબરની પણ તપાસણી કરવામા આવી હતી. બપોર સુધીમા 400થી વધુ લોકોએ આ કેમ્પની મુલાકાત લઈને આંખોની તપાસ તેમજ આખો માટે નંબર વાળા ચશ્માનો લાભ લીધો હતો.આવા આરોગ્યલક્ષી કેમ્પો દર્દીઓ માટે ખુબ જ લાભકારક થઈ રહ્યા છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ