દાહોદ જીલ્લાની તોરણી પ્રાથમિક શાળાની હત્યા કરનારા આચાર્યને ફાંસીની માંગ સાથે શિવાજી સેના દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરી

ગોધરા દાહોદ જિલ્લાના તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીને કુર્તાપૂર્વક હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પંચમહાલ જિલ્લાના શિવાજી સેના દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

તા.19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૬ વર્ષની માસુમ બાળકી શાળા છુટા બાદ ઘરે પરત ના આવતા પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસમાં શાળાના કંપાઉન્ડમાં બાળકી ગંભીર હાલતમાં બેહોશ મળી આવી હતી. તેથી તાત્કાલિક સીંગવડ દવાખાને લાવતા ત્યાંથી વધુ સારવાર અર્થે લીમખેડા દવાખાને રીફર કરવામાં આવી હતી.જયાં ફરજ પરના ડોકટર દ્વારા બાળકી મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ બાળકીનો હત્યારો તેની જ શાળાનો આચાર્ય નીકળ્યો હતો.ત્યારે આ આચાર્યને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને દિકરીના પરિવારજનોને ન્યાય મળે તે માટે પંચમહાલ જિલ્લાના શિવાજી સેના દ્વારા અધિક કલેકટર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *