છેવાડાના વિસ્તારમાં રહેતાં પરિવારમાં આ ગેંગથી ભયનો માહોલ
વાપીના છેવાડાના વિસ્તારોમાં ચડ્ડી બનિયન ગેંગ તસ્કરોનો ખોફ જોવા મળી રહ્યો છે.જેમાં રાત્રીના સમયે તસ્કરો હાથમાં પુરી તૈયારી સાથે ચોરી કરવા નિકળી પડવાની ટોળકી સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે.
વાપી શહેરના અનેક છેવાડાના વિસ્તારમાં ડરામણો માહોલ ઉભો થયો છે.કારણ કે રાત્રી દરમિયાન ચડ્ડી બનિયન પહેરીને ચોરોની એક ટોળકી શેરીઓમાં ચોરી કરવાના ઇરાદે ફરતી કેમેરામાં કેદ થયેલી જોવા મળતાં નગરજનો તેમજ આસપાસના લોકોથી લઇને છેવાડાનાં પરિવારોને સાવચેત રહેવાનું સિગ્નલ મળ્યું છે. જોકે આ ટોળકીને કોઇ ઓળખી ન શકે, તેના માટે તેઓ મો ઉપર રુમાલ કે કોઇ કાપળ બાંધી ચોરી કરવા નિકળી પડેલા સીસીટીવી ફૂટેજમાં નજરે ચડ્યાં હતાં.અને તેઓના પગના ચપ્પલના અવાજથી કોઇ ઉંઘમાંથી ઉઠી ન થઇ જાય તે માટે હાથમાં ચપ્પલ લઇને ચોરી કરવા આવી પહોચ્યાં હતાં.આ ટોળકી ડુંગરા હરિયાપાર્ક વિસ્તાર અને શ્રદ્ધા રો હાઉસ સોસાયટીમાં ચડ્ડી બનિયાન પહેરીને ચોરી કરવાના ઇરાદેથી આંટા ફેરા મારતી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.જેમાં તેમણે એક બંગલાને નિશાન બનાવી એકપછી એક ચોરે નજર ફેરવતાં કોઇ તેમણે જોઇ ન જાય તેનું ધ્યાન રાખતાં દરવાજાનું તાડું તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તાળુ કોઇ કારણસર ન તુંટતાં તેઓ ખાલી હાથે આગળ ચાલવા લાગ્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ