-ઠંડી ઓછી પડવાથી ગત્ત વર્ષની સરખામણીએ 50 ટકા પાકનો ઘટાડો
તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો ઘર આંગણે જ કેસર કેરીનું વેચાણ કરી શકે માટે તા.1 મેં બુધવારથી તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના શ્રી ગણેશ થશે.તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી જેમાં આગામી કેસર કેરીની સિઝન દરમિયાન કેરીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને ઉપયોગી સારી સવલત મળે તેવાં નિર્ણયો આ બેઠકમાં કરવામાં આવ્યા હતા.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે તા.૧૮ મી એપ્રિલથી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો,આ વર્ષે સિઝન ૧૩ દિવસ મોડી શરૂ થઈ રહી છે.માર્કેટિંગ યાર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે કેસર કેરીની સિઝન ૬૩ દિવસ ચાલી હતી.આ દરમ્યાન દશ કિલો ગ્રામના ૧૧ લાખ ૧૩ હજાર ५४० બોક્સની આવક થઈ હતી.તાલાલા પંથકમાં આ વર્ષે ઠંડીયાર્ડમાં ખેડૂતોને અને વેપારીઓને કોઈ મુશ્કેલી પડશે નહીં
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આગામી કેસર કેરીની સિઝન દરમ્યાન ખેડૂતો,કેરીના જથ્થાબંધ વેપારીઓ-કમિશન એજન્ટોને કોઈ જાતની મુશ્કેલી પડે નહીં માટે જરૂરી તમામ સવલતો ઉભી કરવામાં આવી છે તેમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા તથા સેક્રેટરી રમેશભાઈ ડાંડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના પોષણક્ષમ અને સારા ભાવો મળી રહે માટે પાકે તેવી સારી ગુણવત્તાસભર કેસર કેરી લાવવા કેસર કેરીના ઉત્પાદક કિસાનોને તાલાલા માર્કેટીંગ યાર્ડના પદાધીકારીઓ તથા વેપારી ભાઈઓએ અનુરોધ કર્યો હતો.જોકે આ વર્ષે ઠંડી ઓછી પડવાને કારણે સંખ્યાબંધ બગીચાઓમાં બંધારણ થયું નહીં ત્યારબાદ તૈયાર થયેલ પાકમાં મોટાપ્રમાણમાં કોરામણ આવતા તૈયાર પાક આંબા ઉપરથી મોટા જથ્થામાં આંબા ઉપરથી ખરી પડયો હતો તેમજ કેરીના પાકને અનુકૂળ વાતાવરણ મળ્યુ નહીં જેને કારણે આ વર્ષે ગત વર્ષ કરતાં ૫૦ ટકા પાક ઓછો થવાની ધારણા વ્યક્ત થઈ રહી છે.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિલો ગ્રામના એક કેરીના બોકસનોસરેરાશ ભાવ ૪૨૫ રહ્યો હતો.પરિણામે તાલાલા યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને રૂ.૪૭ કરોડ થી પણ વધુ આવક થઈ હતી.આ વર્ષે ઓછા પાકને કારણે ગત વર્ષ કરતાં કેરીના ભાવ ઉંચા રહેવાની ધારણા તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ રહી છે.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન શરૂ થતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોને ઘર આંગણે જ કેરીનું વેચાણ કરવા સવલત મળશે.કેરીના વેપારી મંડળના આ નિર્ણયને કિસાનોએ આનંદ સાથે આવકાર્યો છે.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ