
25 માર્ચના રોજ એકાદશીના શુભ અવસર પર, સિલ્વાસામાં શ્રી શ્યામ કૃપા પરિવાર દ્વારા ભવ્ય નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા તિરુપતિ બાલાજી મંદિરથી શરૂ થઈ હતી અને ઝંડા ચોક, કિલવાની નાકા થઈને રિંગ રોડ પર પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું.
ભક્તિ અને ભવ્યતા સાથે યોજાયેલી આ નિશાન યાત્રા ભગવાન ખાટુ શ્યામજીના બલિદાનને સમર્પિત હતી. આ યાત્રાનો આ બીજો વાર્ષિક ઉત્સવ હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન જયઘોષ અને ભજનોની મધુર ધૂન વચ્ચે ભક્તિમાં લીન થયેલા ભક્તો નિશાન લઈને ચાલ્યા હતા.
આ બે દિવસીય ભક્તિ કાર્યક્રમના ભાગરૂપે, 26 માર્ચે એક વિશેષ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ભજન સંધ્યામાં પ્રખ્યાત ભજન ગાયકો શ્રી રાકેશ બબલિયા, શ્રી મુકેશ બગડા જી અને કૃષ્ણા પ્રિયા જી તેમના ભક્તિમય સ્વરોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે.સિલ્વાસામાં શ્રી શ્યામ કૃપા પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ ભક્તિપ્રેમીઓ માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, અને ભજન સંધ્યાની ઉજવણી માટે વિશેષ ઉત્સાહ જોવામાં મળી રહ્યો છે.
સિલ્વાસા થી આલમ શેખ..