![](https://www.thepov.in/wp-content/uploads/2025/02/picsart_25-02-02_18-10-53-1461552923627715962504-300x213.jpg)
ચાણસ્મા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે 33 લોકો ધરપકડ કરી હતી, જ્યારે 7 શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, કાર અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ લાંબા સમયથી નવજીવન સ્પોર્ટ્સ ક્લબના આવરણ હેઠળ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
SMCએ કુલ 40 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસની આગળની કાર્યવાહી માટે કેસ ચાણસ્મા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે ફરાર થયેલા આરોપીઓની શોધખોળ કરી રહી છે અને જુગારધામના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલની સંડોવણી
દરોડા બાદ શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ ફરાર..