ગાંધીયુગના મુર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ જયંતીની ઉજવણી ઉમાશંકર જોશીના બેનર હેઠળ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સેમ -1 અને 3ના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતા સરસ્વતીનું પૂજન અને કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-6.55.50-PM-1024x461.jpeg)
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવેશ જેઠવાએ કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ દિવસ અને સાહિત્ય સર્જન અને સાહિત્યિક વ્યક્તિત્વની ઝાંખી કરાવી હતી. ગુજરાતી વિભાગના આસિસ્ટન અધ્યાપક રજની પરમાર, શૈલેષ સંગાડા, મહિરતસિંહ પરમાર એ કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ દિવસનો પરિચય કરાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉમાશંકર જોશીનું જીવન, કવિતા ગાન, કાવ્ય પઠન તેમજ ઉમાશંકર જોશીના નિબંધનું વાંચન કરીને ઉમાશંકર જોશીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ