ગળતેશ્વર તાલુકાની વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય શાળામાં તાજેતરમાં જ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધીને મોં મીઠું કરાવી ભાઇ બહેનના પવિત્ર સબંધની સાચી દિશાની નિશાની બતાવવામાં આવી હતી.આ ઉજવણી દરમિયાન દરેક વર્ગની બહેનોએ ભાઈઓને કંકુ તિલક કરીને ચોખા ચોંટાડીને મોં મીઠું કરાવી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.જેથી ભાઈઓએ બહેનને ભેટ આપી હતી.

બહેનોએ ભાઈઓના સ્વસ્થ અને સુખી જીવન માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.તો બીજી બાજુ શાળાની શિક્ષિકાઓએ પણ શિક્ષકનો રાખડી બાંધી ભાઇના સુખાકારી જીવન માટે ભગવાનને પ્રાથના કરવામાં આવી હતી.જેથી તેમણે પણ બહેનને ભેટ આપી હતી.આ પવિત્ર અવસરે શાળાના સ્ટાફ પરીવાર દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનું મહત્વ શું છે તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં દરેક બાળકોના ચહેરા પર હાસ્યની એક ચમક લહેરાયેલી જોવા મળી હતી. આ ઉજવણીમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયાં હતાં.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ