સેલવાસ નગરપાલિકાની કડક કાર્યવાહી: 11 કંપનીઓની મિલકતો સીલ, 22 લાખથી વધુનો વેરો બાકી

સેલવાસ: દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકાએ વેરા ચુકવણીમાં લાપરવાહી દાખવનારી 11 કંપનીઓની મિલકતો સીલ કરી છે. પીપરિયા વિસ્તારમાં આવેલી આ કંપનીઓ પર કુલ રૂ. 22.74 લાખનો મિલકત વેરો બાકી હતો, જેની વસુલાત માટે પાલિકા દ્વારા લાંબા સમયથી નોટિસ આપવામાં આવી રહી હતી.

પાલિકા દ્રારા આપવામાં આવેલી માહિતી મુજબ, ક્રિષ્ના નીટવેર ટેક્નોલોજી લિ. પર સૌથી વધુ રૂ. 4.04 લાખ, રવિકાંત શર્મા પર રૂ. 3.26 લાખનો વેરો બાકી હતો. આ ઉપરાંત, ન્યુ ઈન્ડિયા સ્પિનિંગ, ફેરડીલ પોલિટેક્સ, સુપરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, રસ્યાને પ્રોડક્ટ, સોનેલ ક્લોક્સ સહિતની કંપનીઓ પણ બાકીદારોની યાદીમાં છે.પાલિકાએ એક વર્ષ પહેલા દાદરા અને નગર હવેલી મ્યુનિસિપલ કાઉન્સિલ એક્ટ, 2004ની કલમ 142 હેઠળ નોટિસ આપી હતી. 15 દિવસમાં રકમ જમા ન કરાવતા કલમ 143 હેઠળ ફોરમનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમ છતાં કંપનીઓ દ્વારા વેરો ભરવામાં આવ્યો નહોતો, જેને પગલે હવે પોલીસની સહાયથી આ મિલકતો સીલ કરવામાં આવી છે.

નગરપાલિકાએ તમામ ઉદ્યોગો, દુકાનદારો અને નાગરિકોને 31 માર્ચ 2025 પહેલા પોતાનો બાકી વેરો ઓનલાઈન કે ઓફલાઇન પદ્ધતિથી ભરવા સૂચના આપી છે. આ કાર્યવાહીથી વેરો બાકી રાખનારા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે.

સેલવાસ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *