સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં તિરંગા સાથે રેલી યોજાઇ

સરકારના “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત, લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામના વિદ્યાર્થીઓએ 14મી ઓગસ્ટ 2024ના રોજ વાપીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ રેલી વાપીમાં ગુંજન ચોકીથી હરિયા હોસ્પિટલ રોડ થઈ અંબા માતા મંદિર, મોરારજી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં શાળા-કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈ દેશભક્તિના સૂત્રો પોકાર્યા હતાં. બેન્ડ વાજા સાથેની આ રેલીએ દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.

આ રેલીમાં લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ અને લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા અને દેશભક્તિનાં ગીતો ગાઈને અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠના ના સંચાલકો દ્વારા સરકાર દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના કાર્યક્રમ અંતર્ગત તારીખ 13મી,ઓગસ્ટ-2024 ના રોજ “હર ઘર તિરંગા”ની ભવ્ય યાત્રાનું આયોજન કરી પ્રથમ ઉમરગામમાં તિરંગા યાત્રા યોજી હતી. ત્યારે આજરોજ વાપીમાં તિરંગા યાત્રા યોજી હતી.

આ કાર્યક્રમના યાત્રામાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને શણગારેલી બસમાં લાવવામાં આવ્યાં હતાં. દેશ પ્રત્યે સન્માન દાખવી ઉમરગામ , વાપી અને સરીગામના અલગ અલગ સ્થળોએ જઈને ‘તિરંગા યાત્રા’ કાઢી રાષ્ટ્રધ્વજની ગરિમા વધારી, દેશભકિતની ભાવના તમામ લોકગણમાં જાગૃત કરી હતી.આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલનાં ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરા તથા સંકુલના અલગ-અલગ વિભાગના આચાર્ય, શિક્ષકો, તેમજ પોલીસ જવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતાં.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *